એક મીઠી યાદ હતી,
પેલી ઓફિસમાં પણ કઈક વાત હતી.
પ્રવેશતા જ અંદર જાણીતાં ચહેરા,
ગુડ મોર્નિંગમાં ય જાણે એક મીઠાસ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
લંચ બ્રેકમાં અલગ અલગ ચર્ચાઓ,
સાંજની બ્રેક લીધા પછી હળવાશ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
મિત્રો હતા જે કીધા પહેલા સમજી જતા,
અમુક પળો તો પરિવાર જેવી ખાસ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
ડેસ્ક પર પહોંચતા કામના ઢગલા,
પણ મિટીંગ પછી વધારે મોકળાશ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
મોઢા એટલી વાતો અલગ થતી તો,
કયારેક ડેડ-લાઈન આપતી ત્રાસ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
કયારેક અચાનક રજાઓ આવે તો,
કામ સમયસર ફોડી લઈશું એ આશ હતી... પેલી ઓફિસમાં કઈક વાત હતી.
- તેજસ
-તેજસ