ચાહનાર ભલે નસીબમાં નથી હોતા
ચાહત તો હોય છે.
ઈશ્વર પ્રત્યક્ષ ભલે નથી હોતા
પરોક્ષપણે તો હોય છે.
સમયનાં કાંટા ભલે દેખાતા નથી
પણ વાગતા તો હોય છે.
ફૂલોમાંની સુગંધ ભલે દેખાતી નથી
છતાં તે મહેંકતા હોય છે.
મૌન રહેલાં ભલે બોલતા નથી
આંખ કંઈ કહેતી હોય છે.
-ક્રિષ્વી સુરતી