Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુલ ૬ મેરેથોન દોડ્યા પછી હું શું શીખ્યો

૧. શરૂઆત ધીમી પણ મક્કમ કરવી
૨. ગતિ પકડવા કરતા સતત પ્રગતિ જરૂરી છે
૩. શ્વાસને સંગીતની જેમ સાંભળ્યા કરવું
૪. આગળ વાળા સાથે સ્પર્ધા નથી કરવી
૫. પાછળ જોવું નહીં , આગળ જ વધ્યા કરવું
૬. થોડા થોડા અંતર પછી થોડુંક પાણી લેતા રહેવું
૭. ધીમું પડી જવાય પણ અટકવું નહીં
૮. રસ્તો સપાટ નથી, ઊંચું નીચું આવશે, દોડ્યા કરવું
૯. આજુ બાજુ વાળાને પણ પ્રોત્સાહન આપવું
૧૦. કેટલું દોડ્યા એ નિશાન જાણતા રહેવું
૧૧. પોતાને કહેતા રહેવું કે બસ પતી જ જશે
૧૨. ઘણી જગ્યાએ ફકત એકલતા અને હું જ હતા
૧૩. જેમ નજીક જઈએ એમ ઉત્સાહ વધે
૧૪. ખુબ નજીક આવીએ એટ્લે ધૈર્ય ઘટે
૧૫. પહોંચ્યા પછીનો આનંદ પ્રભુને પામ્યા જેવું

Gujarati Quotes by Mahendra Sharma : 111845046
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now