એક સોફ્ટવેર એન્જિનિયરે જોયું કે એક બળદગાડામાં એનો માલિક ઘસઘસાટ ઊંઘી રહ્યો છે છતાં બળદ એની મેળે ચાલી રહ્યો છે.
સોફ્ટવેર એન્જિનિયરે માલિકને ઉઠાડીને પૂછ્યું કે "તમે તો ઊંઘો છો તો તમને શી રીતે ખબર પડે કે ગાડું ચાલી રહ્યું છે ?"
ગાડાવાળો કહે, "બળદના ગળામાં મેં ઘંટડી બાંધી છે. જો એ ઊભો રહી જાય તો એની મને ખબર પડી જાય."
"હા, પણ ધારો કે બળદ ઊભો ઊભો માથું હલાવીને ઘંટડી વગાડ્યા કરે તો ?"
"બળદ એવું ના કરી શકે."
"કેમ ?"
"કેમકે એણે કદી *વર્ક ફ્રોમ હોમ* કર્યું જ નથી !"
👍😀😂🤔