સાહસ સાથેની શરૂઆત આપણને મંજિલ સુધી પહોંચાડે છે.આ સાહસ તો છે જે તમને બધાથી અલગ તારવે છે.તમારા સાહસ પર જ તમારી સિદ્ધિનો આધાર હોય છે.
જે જીવનમાં સાહસ કરી શકે એ જ આગળ આવી શકે.
હિમ્મતએ મર્દા તો મદદે ખુદા
સંધર્ષ વગરનો તો દિવસ નકામો છે.રોજ રોજ નવા નવા સાહસ કરવા માટે આપણી જાતને કેળવવી જોઈએ.
સાહસથી ગમે તેવા અઘરા રસ્તા પર ચાલી શકાય છે. સાહસ હોય તો ગમે તેવો સાગર પણ પાર કરી શકાય છે.
કોઈએ કીધુ કે આ તો બધી ખબર જ છે.આ વાતમાં નવું શું છે.વરસોથી સંભાળતા આવીએ છીએ.હા.એ વાત પણ સાચી છે.
સાચી વાત એ છે કે સાહસ કરતા હજી પણ ક્યારેક ડરી જાય છીએ. નિષ્ફળતાથી ડરી જઈએ છીએ.હિંમત હશે તો ગમે તેવો રસ્તો પણ પાર થઈ જશે.
બાકી સીધી અને સાદી વાત એટલી જ છે કે અહીં બધા આપણા જેવા જ છે.
ના ડરી જવું ના મુંજાય જવું,
બસ લડતું રહેવાનુ,
સાહસ જીવનમાં કરતું રહેવાનું
Thank you🙏🙏
Yogi