વરસો થયાં
ડાળને બે કૂંપળ ફૂટે
ચકળવકળ ઘૂમરાતી
વંટોળ
અંધાધૂધી ફેલાવે
ને
નજર સામે
ઉડતું જાય છે
ઘેટા સાથે જોયેલું સપનું
આભથી ઉતરેલી પરી સાથે રમેલી પાસાંની રમત
હાથ લાંબા કરીને માગેલું શિરામણ
દરિયાને ધીમેથી કરેલો સ્પર્શ
કાગડાની ચાંચમાં રહી ગયેલી પુરી
નવ વરસ નવ મહિના નવ દિવસનું જાગરણ
ભાર મૂકે છે
મારા મખમલ જેવા હ્રદય પર
પેલી ડાળ સ્પર્શ કરે છે
મને લાગે છે
વરસો વિતી જશે...
વિતી જશે સ્પર્શ........
ભરત પ્રજાપતિ