તારા પરનાં
મારાં પ્રેમકાવ્યો
આખર તો કામ કાવ્યો જ !
કેમકે વર્ણન કરું છું
કવિતામાં
કેવળ તારા સુ-વર્ણનું
તારા પુષ્ટ ઓષ્ઠનું
તારા મુખ પુષ્પનું
તારા સ્તનયુગ્મનું
કદાપિ
નથી વર્ણવી લયછંદમાં
તારી બૌદ્ધિક પ્રતિભાને
તારી તેજસ્વિતાને.
કેમકે
મેં તો ચાહ્યો કેવળ તારો દેહ
કામનાર્થે!
એટલે જ સ્તો
તારા પરનાં પ્રેમ-કાવ્યો
આખર તો કામ-કાવ્યો જ!
- #પ્રવીણ ગઢવી
#વોરિયર સંગ્રહમાંથી