Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હકીકતમાં તમે મારી કદી કિંમત નહીં સમજી,
ખુમારી, ખાનદાનીને ખરી દોલત નહીં સમજી.

કહ્યું તું, રાખજો અંતર તમે એનાથી ભારોભાર,
તમે કાયમ કરી અવગણના, મારો મત નહીં સમજી.

હશે છોડો, જવાદો વાતને એવું કહી દીધું,
અમારી ભૂલ, આફતને અમે આફત નહીં સમજી.

અલગ થાવું હતું તારે, મને એનો નથી વાંધો,
મને અફસોસ રે`શે કાયમી, ચાહત નહીં સમજી.

સમય વીતી ગયો ત્યારે તને આ ભાન આવ્યું યાર?
સમજવાની હતી ત્યારે તેં એ બાબત નહીં સમજી.

...પ્રશાંત સોમાણી

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111844872
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now