" ખ્વાબમાં "
( ગઝલ )
ખ્વાબમાં એમને ચાહતો થઈ ગયો.
જીવની જેમ હું રાખતો થઈ ગયો.
રાહમાં સામુ રોજે મળે આજ પણ;
જોઈ પાગલ ઘણો હું થતો, થઈ ગયો.
સાથ હા એમનો સાંપડે એટલે;
એમની રાહમાં ચાલતો થઈ ગયો.
એ હતા એકદમ સામુ મારી છતાં;
ક્યાં ગયા જીવ તો બાળતો થઈ ગયો.
સાથ મારો કદી છોડશે ના ભલા;
વાત Bન્દાસ હું માનતો થઈ ગયો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગા લ ગા × ૦૪ )