" શું થશે ? "
( ગઝલ )
તાવ ચડતો ગયો પ્રેમમાં શું થશે?
કે નથી હું કુશળક્ષેમમાં શું થશે?
કાલ હારી ગયો એમને જોઈને;
જાણું ના પ્રેમની ગેમમાં શું થશે?
વાત માને ન દોસ્તો, કદી ના બને;
એ બધા તો પડ્યા વેમમાં શું થશે?
કે પછી તો બધાએ ઉપાડ્યો મને;
ડૂબતો હું ગયો ડેમમાં શું થશે?
શોક Bન્દાસનો પાળતા સૌ અહીં;
કે ચહેરો મઢયો ફ્રેમમાં શું થશે?
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગા લ ગા × ૦૪ )