બાળ નટખટ મારા આંગણામાં નાચતો
મારો છેડલો પકડી માં માં એ કરતો
રમકડાં સાથે મને વાતો કરાવતો
કાલીઘેલી બોલીમાં મને સમજાવતો
મારું બાળપણ એ મને રોજ જીવડાવતો
કાલની ચિંતા વગર કેમ જીવાય એ બતાવતો
મારી જ વાતોમાં મને ફસાવતો
સ્વાર્થ વગર પણ પ્રીત થાય એ સમજાવતો
બાળ નટખટ મારા આંગણામાં નાચતો
મારો છેડલો પકડી માં માં એ કરતો
યોગી
-Dave Yogita