મારી કલ્પના ની દુનિયા!
જ્યાં બધા ખુશ છે.
બધા એકબીજા સાથે હળીમળી ને રહે છે.
એકબીજા ની તરક્કી પર ખુશ છે.
બધા જ નિરોગી જીવન જીવી રહ્યા છે.
બધા જ માઁ બાપ ને તેના બાળક પાસે રહેવા નું સુખ છે.
દરેક બાળક ને તેના માતાપિતા નો પ્રેમ મળે છે.
દરેક સ્ત્રી ને તેના પતિ નો સાથ, સહકાર મળે છે.
દરેક સ્ત્રી ને સમાન હક મળે છે.
દરેક બાળક ને મનગમતું રમકડું મળે છે.
દરેક બાળક ને પૂરતું ભણતર મળે છે.
દરેક વ્યક્તિ ચુસ્ત, તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.
જે વ્યક્તિ ને જે નોકરી, કે રોજગારી ની જરૂરિયાત છે તે મળી રહે છે.
બધા વ્યક્તિ ને પૂરતું ભોજન મળી રહે છે.
બહેન ને તેના ભાઈ અને ભાઈ ને બહેન નો પ્રેમ મળે છે.
દરેક વ્યક્તિ પાસે રહેવા માટે સારુ ઘર છે.
દુનિયા માં દરેક દેશ વચ્ચે પ્રેમ છે.
દરેક વ્યક્તિ બીજા પર વિશ્વાસ કરી શકે છે.
આવી ઘણી બધી કલ્પના થી બનેલી છે મારી દુનિયા!