હા મારે તો તારા માં જ સમાવુ છે
તારી એ આંખનું કાજલ બની અંજાવુ છે,
તારા આંખનુ અશ્રુ બની સમાવવુ છે,
તારા હાથની મહેદીથી બની ચિત્રાવુ છે,
તારા પ્રત્યેક ધબકારા માં ધડકવુ છે,
તારા હોઠની લાલી બની મલકવુ છે
તારી કેડનો કંદોરો બનીને લટકવુ છે,
તારા પગનું ઝાંઝર બની વીંટળાવવુ છે,
હંમેશ માટે તારો પડછાયો બની રહેવું છે,
એક વાર તો હાથ લંબાવ પાગલ…
આ Pagla તારા માં જ સમાવવુ છે…
તારા માં જ સમાવવુ છે…
ને ફક્ત તારા માં જ સમાવવુ છે…