ભાગ્ય
વીંઝાયા વીંઝણાં ને વાયો ઝંઝાવાત
ક્યાંથી કરું વાતની હું શરૂઆત
કેટલી કરી છે આયખામાં રઝળપાટ
ગણી ગણાય નહીં એટલી છે વાત
આભમાં જેમ અગણિત તારાની ભાત
કેટલીએ મળી છે સુખદુઃખની સોગાત
સુખની ક્ષણો લાવી નીરવ નિરાંત
દુઃખની ક્ષણો લાવી કેવો વલોપાત
સર્વે સ્વીકાર્યું સહજ મૌનની સાથ
પ્રકાશે પાંગર્યું આજ પુનિત પ્રભાત