ઘણા વર્ષોથી નીતાબેન ના ઘરે પારણું બંધાતુ નહતું. તે અને તેના પતિ વિમલ ભાઈ ચિંતા માં જ રહેતા. ઘણી હોસ્પિટલ ફર્યા પરંતુ ક્યાય તેની આશા પુરી થતી નહીં.
વિમલ ભાઈ ને એક કરિયાણા નો સ્ટોર હતો. સવાર થી સાંજ ત્યાં જ રહે. ઘરે જાય તો નીતાબેન આ જ વાત કર્યા કરે અને ડિપ્રેસન જેવી હાલત થઇ ગઈ.
એક વખત વિમલભાઈ ના દુકાને તેના જુના મિત્ર નવીનભાઈ તેની પુત્રી સાથે આવ્યા. લગભગ ચાર પાંચ વર્ષ પછી આવ્યા. કંઈક ચિંતા માં લાગતા હતા.
વિમલભાઈ એ પૂછ્યું, "શું થયુ કેમ કાંઈ ચિંતા માં લાગો છો? ઘણા સમય પછી દેખાયા!"
"હા! આ મારી દીકરી છે બે વર્ષ ની. જન્મ થયો ને તેની માતા નો પ્રેમ તેના નસીબ માં હશે નહિ તો એ ડિલિવરી માં જ ઓફ થઇ ગઈ. હવે બે વર્ષ ની થઇ અને મને કાલે જ ખબર પડી કે, મને પણ ફેફસા નું કેન્સર થઇ ગયું છે. મારી આગળ પાછળ કોઈ નથી મારાં માતાપિતા પણ ઘણા સમય પહેલા જ નથી રહ્યા. મને બહુ જ ચિંતા થાય છે."
"તમે ચિંતા ના કરો. બેટા તારું નામ શું છે?"
"ખુશી!"
આ સાંભળતા જ વિમલભાઈ ના મનમંડળ માં ઘણા વિચાર ચાલવા લાગ્યા. તેણે કહ્યું, "નવીનભાઈ બહુ જ સુંદર અને ફૂલ જેવી દીકરી છે. તમે બે ત્રણ દિવસ રાહ જુઓ. હું કંઈક કરું."
"ઠીક છે વિમલભાઈ."
વિમલભાઈ થોડી વાર માં ઘરે આવે છે અને બધી વાત નીતાબેન ને કરે છે. નીતાબેન ના મન માં પણ ઘણી વાતો આવે છે.
બંને એકસાથે, "આપણે ખુશી ને આપણી દીકરી તરીકે ઉછેરીએ તો!"
આ વાત સાથે બંને ના આંખ માં થી ખુશી ના આસું વાંહે છે અને જાણે વર્ષો ની આશા આજે પુરી થવા ની હોય. તેવા ખુશ થઇ જાય છે.
એ જ રાત્રે નવીન ભાઈ ને વિમલભાઈ પોતાના ઘરે બોલાવી બધી વાત કરે છે. અને નવીનભાઈ ના માથે થી જાણે ભાર હળવો થઇ ગયો હોય. એ રીતે બઉ જ ખુશ થાય છે.
એક માતાપિતા ને દીકરી અને દીકરી ને તેના માતાપિતા મળી જાય છે.
એક સંતાન ના રૂપ માં દીકરી હોય કે દીકરો પોતાનું હોય કે દત્તક લીધેલુ, બાળક હંમેશા માતાપિતા ને ખુશી જ આપે છે!