રાત આખી જાગવાની ને અજંપો સવારે સવારે
માર યાદોનો સતત ખમતો રહું છું પ્રહારે પ્રહારે
એક-ધારો પ્રેમ કરવાની મજા શું હું સમજાવું તમને
શબ્દ સાથે પ્યાર કરવાની મજા છે વધારે વધારે
આખથી આધે વસો છો ને સંવાદ શાધો નહી તો
આંખમાંથી દર્દનો દરિયો રડે છે કિનારે કિનારે
આ હ્રદયના દર્દનો ઉપચાર માટે નથી કોઇ ઓષડ
અવનવા આપો છો કેવા દર્દ એ પણ પ્રકારે પ્રકારે
એક ચાતક જેમ તરસું છું હું તમારી મુલાકાત માટે
એક’દી મળશું એ આશામા જીવું છું સહારે સહારે
છે પ્રહર આઠોની મસ્તી નામથી આપના દિલમા મારા
આ ગઝલ લખતો રહું છું આપના બસ ઇશારે ઇશારે
હું ખુદાની જેમ એનું નામ લઇને ફરૂં છું જગતમાં
બસ પુકારૂં છુ તમોને હું સુફી થઇ મજારે મજારે
બસ મહોતરમાં તમોએ હદ કરી મૌન ધારણ કરીને
શબ્દ મારો રોજ પડઘં જેમ વાગે નગારે નગારે
– નરેશ કે. ડૉડીયા