આંખોમાં જોઈ એમનું દર્દ વર્તાઈ છે.
પ્રેમમાં ડોકિયું શું કર્યું ઘાવ દેખાઈ છે.
દૂર રહીને પ્રેમની વ્યથા ગવાઈ છે
વિરહ વગર પ્રેમની પરિક્ષા અપાઈ છે?
હાજરી એમની અંતરમાં સદાઈ છે
તોય અંતર આજ વધુ કેમ વર્તાઈ છે?
સાથ નિભાવવા હંમેશા તત્પરતાઈ છે
જન્મ જન્મ સંગાથ બંધનમાં બંધાઈ છે
હૈયાનું રુદન મને અહીં સંભળાય છે
છુપાવી વેદના, મુખે હાસ્ય અપાઈ છે
-ક્રિષ્વી