કોઇને મદદ કરવા માટે તાકાત, હોશીયારી એ બઘું શું જરૂરી છે ? ના, હિંમત જોઇએ, સાચી ભાવના જોઇએ, લગન જરૂરી છે, સેવા માટેની તત્પરતા જરૂરી છે. સમય કે સ્થાન નહીં ૫રંતુ જરૂરીયાતના સમયે માત્ર એક હુંકાર જોઇએ. અને તમારો એક નાનકડો હુંકાર આંઘિને ૫ણ આવતાં અટકાવી શકાવાની તાકાત ઘરાવે છે. તમારા હુંકારમાં દર્દ જરૂરી છે, લાગણી જરૂરી છે, નિસ્વાર્થપણું જરૂરી છે, હમદર્દી જરૂરી છે.