જખ્મોનાં વિસ્તારમાં દવા શોધું છું.
શ્વાશ લઇ શકું એવી હવા શોધું છું.
બહુ કરી મઝા દુનિયાની મઝામાં,
હવે મારી હોય એવી મઝા શોધું છું.
મને મારા જ લોકોએ આપ્યા જખ્મો,
સંજીવની લાવે એવી ભુજા શોધું છું.
પૂછ્યું ઘણીવાર તો ઉત્તર મળ્યો નહિ,
હવે ઇશારામાં એમની રઝા શોધું છું.
ઊભો છું “અભિદેવ” ઇચ્છાને આ પાર,
ઓ પાર ઉતારે એવી નૌકા શોધું છું.
દેવેન્દ્ર ભીમડા “અભિદેવ”