દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
જ્યારે દુનિયાની શરૂઆત થઈ હતી
આંખોની આંખો સાથે પહેલી વાત થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
શબ્દો ચૂપ હતા અને ઈશારાથી વાત થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
દુનિયાથી છૂપાઈ દિલના દરવાજા એ દસ્તક થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
હોઠો પર આવતા પહેલા જ કબૂલાત થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
દિલની દરેક ધડકન તેજ થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
પ્રેમ મહેક્યો દોસ્તીમાં ત્યારે પ્રથમ મુલાકાત થઈ હતી
જ્યારે દોસ્તીની પ્રેમ સાથે પહેલી મુલાકાત થઈ હતી
યોગી
-Dave Yogita