Gujarati Quote in Thought by Kajal Rathod...RV

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું તને મળવા માંગુ છું,
પહેલી મુલાકાત કરવા માંગુ છું.

ઘણી થઈ ગઈ હવે ફોન પર વાતો,
તારી ચૂપકીદી સાંભળવા માંગુ છું,
હા! હું તને મળવા માંગુ છું...

બાઇક પર તો નિકળે જ છે બધા,
હાથ પકડીને સફર કરવા માંગુ છું,
હા! હું તને મળવા માંગુ છું...\\

વાંચ્યા છે તારા ઘણા બધા પત્રો,
તારી આંખોને વાંચવા માંગુ છું,
હા! હું તને મળવા માંગુ છું...

મળીશું કયાંક બાગ કે દરીયા કિનારે,
હજારોની વચ્ચે તારામાં ખોવા માંગુ છું,
હા! હું તને મળવા માંગુ છું...

અધવચ્ચે છોડી તો જાય જ છે ને બધા,
જીંદગી ભર નો સાથ કરવા માંગુ છું,
હા! હું તને મળવા માંગુ છું...

હા! પ્રિયે..હું તને મળવા માંગુ છું...
પહેલી મુલાકાત કરવા માંગુ છું........RV👑

Gujarati Thought by Kajal Rathod...RV : 111843142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now