*સંસ્કારનું દર્પણ*
યાદોનું દર્પણ છે આ દરિયા કિનારો,
વિષાદી વિચાર વંટોળ ચિત્કારે કિનારો.
જીવનની પાઠશાળા ઉભરતી લહેરો,
લહેરોના આલિંગનનો તરસ્યો કિનારો.
થાક્યો સુરજ તપી, સંગાથી કિનારો,
મનોહર મિલન માણે આ મહેરામણ.
એઠા પોપકોન આઈસ્ક્રીમ ઠંડાપીણાં,
ખાઈ પી વેરે કચરો સંસ્કારે હસે કિનારો.
લહેરોને માણવા ઉમટ્યા ટોળે ટોળા,
કચરાનો ઉપહાર પામી ખુશ રહે કિનારો.
યોગેશ વ્યાસ (તિથલ બીચ)
૧૬.૧૦.૨૨