શીર્ષક - "એકલતાની કલમ"
જીવનની એકલતાને હું કલમ બનાવી લઉં છું;
દર્દ જ્યારે હદથી વધી જાય ત્યારે લખી લઉં છું;
હવે તો સમે આ દિલથી ખોટા વિચારોનાં તૂફાનો,
એ આશાએ ભાવનાને કાગળમાં ઢાળી લઉં છું;
નથી જાણતો, તું છે કે નહીં આ હાથની રેખામાં!
એટલે જ તો કાયમ દુવાઓમાં તને માંગી લઉં છું;
ધારું તો હું પણ વિંધી શકું છું માછલીની આંખને,
છતાં હથિયાર હેઠાં મૂકી અંગતોને માપી લઉં છું;
અજાણતાંય થાતું રહે છે પુણ્ય સાથે પાપ મારાથી,
એટલે કાયમ થોડું તો થોડું ઈશ્વરને જાપી લઉં છું;
નિકળું છું બજારે આંજી આંખોમાં સુરમો "વ્યોમ"
કોઇ સમજે નૈ આ આંસુઓને એમ સારી લઉં છું;
... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
મુ. રાપર.