આ જમાને માણસમાં માણસાઈ શોધો છો??
પાગલ છો..ઝેરની શીશીમાં જીવન શોધો છો,
તકલીફ પડે ને કાયમ શું મદદગાર શોધો છો??
ફાંફાં ન મારો..રણ છે,રણમાં મૃગજળ શોધો છો,
તરસ્યો જે ખુદ છે એને ક્યાં લાગે છે કોઈ તરસ્યું??
ગયો હવે જમાનો..જે લાગણીથી તરબતર શોધો છો,
કિનારે પહોંચે ને બની જાય તોફાની ગાંડોતૂર કેમ??
દરિયાને કહો..તું ક્યાં માણસનો દસ્તુર શોધો છો??
ક્યાં ખખડાવો છો કમાડ હૃદયના જોર જોરથી??
તુટી જશે સાચવેલું...જે હૃદય અકબંધ શોધો છો,
પહોંચી ગયા ક્યાં છેક સ્મશાને ભટકતા ભટકતા??
ભલા માણસ..ત્યાંય નઈ મળે,જે નિરવ શાંતિ શોધો છો,
- નિર્મિત ઠક્કર (૦૮/૧૧/૨૦૨૨)