" જિંદગી "
( ગઝલ )
આયનો પૂછતો, કેમ છે જિંદગી?
આપતો હું ઉત્તર, પ્રેમ છે જિંદગી.
સાથ એને મળે રોજ મારો ભલા;
એટલે જો કુશળક્ષેમ છે જિંદગી.
હાર માની ન બેસી, રહેતો હું તો;
જીતવી તો પડે, ગેમ છે જિંદગી.
કે સમય સાથ એ ચાલતી કેમ ના;
કેમ ઠંડી ઘણી, હેમ છે જિંદગી.
કોઈ પરવા નથી, મોતની એટલે;
ખાસ Bન્દાસની, જેમ છે જિંદગી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગા લ ગા × ૦૪ )