ચૂપ...
મીનાક્ષી ના હજુ લગ્ન થયા...
બીજા જ દિવસે તેને ઘરે જવા નુ ક્યારે અને કઈ રીતે એ વાત ની ચર્ચા ચાલી રહી હતી...
જે વ્યક્તિ વિશે નો નિર્ણય છે તેને પૂછવા ના બદલે જયારે મીનાક્ષી એ વાત કરવા ની કોશિશ કરી ને તેને ચૂપ કરી દેવાઈ...
આ છે મોટા ઘર ના માણસો જે નાના ઘર થી આવેલી દીકરીઓ નું માન સમ્માન જાળવવા માં પાછળ રહે છે...
અને દીકરી કાયમ માટે હરેક વાત માં ચૂપ જ થઇ જાય છે...