હ્રદયની જૂની ચિઠ્ઠી માંથી આજે તારી યાદ નીકળી,
જુદા થયાના પુરાવા સાથે એક તારી ફરિયાદ નીકળી....
એક લીટીમાં હસવું આવ્યું ને એક લીટીમાં રડી લીધું,
અંત વાંચતા એની આપણી છેલ્લી મુલાકાત નીકળી....
આખી રાત કાળજે રાખીને બેઠી એ ચિઠ્ઠીને,
હું જ જાણું છું કેમ એને વાંચતા આખી રાત નીકળી.....
નથી કસુર તારો કે નથી મારો તોય જુદા તો થયા જ,
એક એક શબ્દે એમાં આપણાં પ્રેમની રજૂઆત નીકળી.....