આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.
આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.
આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.
આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હારને સ્વીકારવાની.
આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.