Gujarati Quote in Quotes by SUNIL ANJARIA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નળ ટપકે એનો ટીપ ટીપ અવાજ મારાથી સહન ન થાય. એ અવાજ મને એટલો કઠે કે , ઉંઘી પણ ન શકાય. ખાસ કરીને મન વ્યગ્ર હોય તો તો ખાસ. મોટેભાગે રાત્રે બધા જ નળ, ગેસ સ્ટવનાં નોબ, બારણાંની સ્ટોપર બંધ છે કે કેમ એ જોઈને જ સુવા જવાની લગભગ બધી જ સ્ત્રીઓને ટેવ હોય.
એક દિવસ ખુબ થાકીને સુતી , ટીપ ટીપ અવાજ સંભળાયો ; પણ આજે તો નહીં જ ઉઠાય કરી ઉંઘી ગઈ. બીજે દિવસે આખી ડોલ પાણીથી ભરાઈ ગઈ હતી, ટીપ ટીપ અવાજ પણ સાંભળાયો નહીં. એ જ દિવસે સવારે કોઈ ફોલ્ટને લીધે પાણીની મોટર પણ ચાલુ ન થઈ. હવે તો બોરનું પાણી આવે તો જ કામ થાય. પરંતુ આ સમયે મને એ ભરેલી ડોલનું પાણી ઉપયોગી નીવડ્યું.
બીજે દિવસે બધાં નળ સરસ રીતે બંધ કરીને જ ઉંઘવા ગઈ. સવારે જોયું તો ડોલ જે થોડી ઘણી પણ ભીની હતી તે એકદમ સુકાઈ ગઈ હતી.
મેં વિચાર્યું કે, આજે જો પાણી ન આવે તો? મારાં કેટલાય કામ એ દિવસે પાણીનાં ટપકાંથી ભરાયેલ ડોલથી થયા હતા. ત્યારે મને થયું કે, આવો ટપકતી નળ વરસે કદાચ એક મોટી ટાંકી ભરવાની ક્ષમતા રાખે છે. અમારી સોસાયટીમાં એક વરસાદી પાણીથી ભરાય એવો કૂવો છે. જેને કારણે અમારાં બોરનું પાણી બારેમાસ રહે છે , સાથે સાથે બોરનાં પાણીની ખારાશ પણ ઓછી થતી ગઈ છે.
આવું જ કંઈક પૈસાની બચત માટે ન વિચારી શકાય? આવકમાંથી થોડાં થોડાં નિયમિત બચવતાં રહીએ અને સમય આવે એજ પૈસા આપણી ભીડ ભાંગી શકે. આપણી જરૂરિયાતને થોડી એક ટપકાં જેટલી ઓછી રાખીએ અને કાલે વાપરી શકીએ એટલી બચત કરી શકીએ .
આપણાં દેશમાં સોશિયલ સિક્યોરિટીની વ્યવસ્થા નથી. ફ્રી મેડિકલ સર્વિસ નથી. બાળકો માટે સસ્તું ભણતર પણ નથી. સરકારી નોકરી પણ હવે કોન્ટ્રાક્ટ બેઝ પર થઈ ગઈ છે. માટે પશ્ચિમી અનુકરણ કરી લેહર કરો એ વાત પર વિચારવાનો સમય આવી ગયો છે.
ટીપાંનું મહત્વ સમજો, જ્યારે પાક લણવાનો સમય આવશે ત્યારે બહુ મોટો ફેર જીવનમાં લઈને આવશે.
સાભાર - કેતકી મુનશી

Gujarati Quotes by SUNIL ANJARIA : 111840878
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now