તારું ના હોવું મને હંમેશા કઠશે બેનડી
દીકરી થઇ ને કદાચ આવી હશે બેનડી
મે નથી જોઈ મારી સગી આંખે બેનડી.
કહ્યું માં એ તારા જેવી જ હતી બેનડી
તું આમ પતંગિયાની માફક ઉડી બેનડી
મળી મને તું ફરીને દીકરી બનીને બેનડી.
પુનર્જન્મ માં વિશ્વાસ બેઠો મને બેનડી.
જન્મીને આવી મારા ઘરે જ્યારે બેનડી.
આશના હાર્દસમી હાર્દિ મળી છે બેનડી.
જોવું દીકરી તારા રૂપમાં હું મારી બેનડી.
.... મહેશ ગઢવી આશ...