લોકો પૂછે છે કે સુવા માટે માથું રાખવું કઈ તરફ સારું?
આમ તો પૂર્વ તરફ મોં રહે તેમ એટલે કે પશ્ચિમ તરફ માથું રાખીને એમ સ્વામી વિવેકાનંદની યોગ ધ્યાનની બુકમાં વાંચેલું.
વહેમ કરતાં પણ, પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ ઉત્તર દક્ષિણ હોઈ ઉત્તર તરફ માથું મગજની ઇલેક્ટ્રિક પલ્સિસને અસર કરે તેમ વાંચ્યું છે એટલે ઉત્તર તરફ માથું ન રાખવું.
ચાલો, એટલે પશ્ચિમ શ્રેષ્ઠ, ઉત્તર avoid કરો અન્યોના મત મુજબ.
મારો અનુભવ તો કહે છે કે જ્યાં પવન માથા પર ડાયરેક્ટ ન આવતાં શરીર પર આવતો હોય જેથી ઠંડક પણ મળે અને શરદીના ચાન્સ પણ ઓછા હોય તે રીતે.
ઉપરાંત જ્યાં મોં પર લાઈટ સીધી ન આવતી હોય ત્યાં વધુ સારી ઊંઘ આવે.
અને મુખ્યત્વે, આ જમાનામાં તો બેડરૂમ ના પ્લાન મુજબ બધું શ્રેષ્ઠ.