તમારા નામ પર કુદરતની એવી મહેર આવે,
કે તમને પોખવા આખાને આખા શહેર આવે.
જગત આખાએ વરસાવી તે શુભેચ્છાઓ,
થઈને એકઠી કાયમ તમારા ઘેર આવે.
તમે સફળતા સતત પામતા રહો ને છતા,
ના થાય કોઈને ઈર્ષ્યા ના વેરઝેર આવે.
તમારો સાથ જે પામે તે થાય ધન્ય અને,
તમારુ નામ લેવાથી સૌને લીલાલહેર આવે.
તમારા જેવાની સંગતથી ફલશ્રુતિ રૂપે
અમારા જેવાને હોઠે ગઝલના શેર આવે..
*- મુકુલ ચોકસી*