Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ભારતના વિવિધ રાજ્યોમાં સાંજના ૪ વાગ્યાથી ૬:૨૫ સુધી સૂર્ય ગ્રહણ જોવા મળશે! સૂર્ય ગ્રહણની ઘટનાને આમતો ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે જોવામાં આવે છે! સૂર્ય ગ્રહણ વિશે આમ તો આપણે સ્કૂલમાં જ ભણી ગયા છીએ કે, જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે પૃથ્વી ઉપરથી જોતા ચંદ્ર એ સૂર્યને ઢાંકી દેતો હોય તેવું દેખાય છે આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહે છે અને જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે પૃથ્વીનો જ પડછાયો ચંદ્ર ઉપર પડતો હોય છે આ ઘટનાને ચંદ્ર ગ્રહણ કહે છે,જે બેઝિક બાબત છે! આગામી ૭-૮નવેમ્બર દરમિયાન ચંદ્ર ગ્રહણની ઘટના બનશે અને ભારતમાં પણ જોવા મળશે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ!

ચંદ્ર ગ્રહણની ઘટના એક વર્ષમાં સામાન્ય રીતે બેથી ત્રણ વખત જ બનતી હોય છે અને સૂર્ય ગ્રહણની ઘટના સામાન્ય રીતે એક વર્ષમાં ત્રણથી પાંચ વખત જ બનતી ખગોળીય ઘટના છે અને આવી ખગોળીય ઘટનાઓને ઘર માંથી બહાર નીકળીને જોવી જ જોઈએ પરંતુ નરી આંખે જોવી જોઈએ નહીં, તેને સોલર ફિલ્ટર્ડ ગ્લાસિસ ધ્વારા અથવા ટેલિસ્કોપ ધ્વારા જોવા માટે સોલર ફિલ્ટર્ડ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ!

હવે, પૃથ્વી ઉપર એકલી જ સૂર્ય ગ્રહણની ઘટના બનતી હોય તેવું નથી અન્ય ગ્રહો ઉપર પણ સૂર્ય ગ્રહણની ઘટના બને છે, અન્ય ગ્રહોને પણ એકથી વધુ ચંદ્રો છે! આપણે માર્સ(મંગળ) અને જ્યુપિટર ઉપર પણ સૂર્ય ગ્રહણની ઘટનાને કેપ્ચર કરી શક્યા છીએ!

નીચેના ફોટોમાં પ્રથમ, પૃથ્વી ઉપરથી સૂર્ય ગ્રહણ જોવા મળે છે!

ત્યારબાદ માર્સ ઉપરથી નાસાના પર્સિવિઅરન્સ રોવર ધ્વારા લેવામાં આવેલ સૂર્ય ગ્રહણની ઈમેજ છે! જેમાં માર્સ અને સૂર્યની વચ્ચે 'ફોબોસ(માર્સનો ચંદ્ર)' જોવા મળે છે!

ત્યારબાદ નાસાના 'જુનો(JUNO)' સ્પેસક્રાફટ ધ્વારા અવકાશ માંથી લેવામાં આવેલ સૂર્ય ગ્રહણની ઈમેજ છે(ડાબી બાજુ બ્લેક ગોળાકાર જોવા મળે છે) જ્યુપિટર અને સૂર્યની વચ્ચે 'ગેનીમીડ(જ્યુપિટરના સૌથી મોટા ચાર ચંદ્રો માંનો એક ચંદ્ર, જ્યુપિટર પાસે હાલ ૮૦ ચંદ્રો છે)' જોવા મળે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111840043
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now