નવલકથા:- બત્રીસ પૂતળી ની વેદના
રચયિતા :- ઇલા આરબ મેહતા
ઇલા આરબ મેહતા એ વર્ષા અડાલજા ના મોટા બહેન થાય અને ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ નવલ આપનાર ગુણવતરાય આચાર્યના દીકરી છે
તેઓ લેખિકા છે તેમની નવલકથા બત્રીસ પુતળી ની વેદના એ નારી ની વેદના ને વાચા આપતી કૃતિ છે. જેમાં રાજા સિંહાસન પર બેસવા જાય અને તેના પર રહેલી પુતળી બોલે અને રાજા તેનો જવાબ આપે આમ નારી એ સમાજમાં પુતળી જેવી બની રહેવાનું. બસ એને સહન કર્યા કરવાનું આમ નારી સંવેદના કુલ બત્રીસ ભાગમાં વિભાજીત કરી આ નવલકથામાં આલેખન થયું છે. જેમાં રાધા, અનુરાધા, બડી અમ્મા બગેરે મારી પાત્રોનું પાતરચિત્રણ ખૂબ જ સરસ થયેલું છે જેમાં રાજાશાહી વખતે રાજકુંવરી ને ઘરે અભ્યાસ કરાવવા જતા શિક્ષક દ્વારા તેનું થતું શોષણ તો વિધવા શ્રમ માં શેઠ દ્વારા અને અન્ય પુરુષો દ્વારા થતું જાતીય શોષણ ..નોકરી કરતી સ્ત્રીનું બોસ દ્વારા થતું શોષણ ...અને સામાજિક ,આર્થિક , શારીરિક રીતે ઘણી રીતે ખૂબ દુઃખો સહન કરી સમાજની વચ્ચે ઉભી રહેતી આ બત્રીસ પૂતળી ની વેદના એ નારીશશક્તિ કરણ અને નારી અપમાનની વાતો અહીં સરળ શૅલી માં રજૂ થઈ છે . અને એક નારી આલેખન ખૂબ આહલાદક રીતે વેદનાઓ ને વાચા આપે છે. વિભા વ્યોમેશ, કુમુદ હવે સરસ્વતી સાથે લગ્ન ન કરી શકે અને તેની બહેન કુસુમનું કરાવે...તો કુંદનીકા કાપડિયા લિખિત સાત પગલાં આકાશમાં એ નારી ને પુરુષ સમોવડી બનાવવાની વાત લઈને આવે છે તો આ બત્રીસ પુતળી ની વેદના નારીના દુઃખ તેને થતી.તકલીફો તે વેઠતી હોય તે સામાજિક સમસ્યાઓ નું નિરૂપણ , પુરુષ સમાજ દ્વારા થતા અત્યાચાર બળાત્કાર , દહેજ , સ્ત્રી ભોગવવાનું સાધન ...વગેરે રીતે સમાજની વાસ્તવિક તાસીર ઉભી કરી સમાજમાં રહેલી.નારીની તસ્વીર ખૂબ સારી રીતે અને સરળ શૅલી ભાષા અભિવ્યક્તિની રીતે બત્રીસ પુતડી ની વેદના નવલકથા રૂપી આયનામાં ઇલા આરબ મેહતા એ આલેખી છે.
એમાં આવતું બડીઅમ્મા પાત્ર ખૂબ વૃધ્ધ છે અને તે નવી આવેલી વિધવાને કહે છે અહીં જેમ કહે એમ કરી રેહવાનનું પરિસ્થિતિ ને તાબે થઈ આવી કેટલીક પુતળી બોલી પણ નથી મુંગા મોઢે સહન કર્યું છે.. તે બતાવ્યું છે..
આમ , આપણે ત્યાં તો કહેવાયું છે "જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતા વસે " , પણ અહીં વાસ્તવમાં સમાજમાં બનતી ઘટનાઓને લઈ. સ્ત્રીની વેદનાને વાચા આપવા અને સમાજની અસલી તાસીર રજૂ કરવા ઇલા બહેને ખૂબ સરસ શીર્ષક લઈ. બત્રીસ પૂતળીની વેદના નવલકથામાં નારીની વેદના, દુઃખો, મનોભાવ, મનઃસ્થિત નું આલેખન ભાવક પક્ષને વિચાર ચિંતન મનન કરવા દોરી જાય છે....