" પ્રેમની વાત કર "
( ગઝલ )
પ્રેમની વાત કર, એજ છે કામની.
છોડ પંચાત, તું આપણા ગામની.
કોઈ પૈસા ન આવે, કશે કામમાં;
જાણજે પ્રતિષ્ઠા, તો રહે નામની.
કામ તો આવશે, બસ વહેવાર કે;
મેલ માળા તુ, જપવી નથી રામની.
'પ્રેમ એવો થતો ના, કદી પણ ભલા;
વાત તું છોડ, રાધા અને શ્યામની.'
રોજ Bન્દાસની, જેમ હું પી જતો;
વાત કરજે ન તું, આજ તો જામની.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગાલગા × ૦૪ )