તુર્કી માં ઇસ્વિસન પહેલાની છઠી સદીમાં પ્રાચીન સાઈટ પર ખનન કરતા બાળક ની સીસોટી મળી _ એક સમાચાર
આપણે ત્યાં છવીસ્સો વર્ષ પછી કાર્બન ડેટિંગ કર્યા પછી વૈજ્ઞાનિકો ને મળેલી વસ્તુઓ , જે ગોટ્યાના ઘર ની હશે જેમ કે
_પેન ડ્રાઈવ : જેને કોઈ પણ રીતે પ્લે કરશે તો ગોટ્યા ના લગન દેખાશે ,
ત્યારે જ સ્તો વૈજ્ઞાનિકો ને ખબર પડી જશે કે આ બધી આઇટમો ગોટ્યા ના ઘરની છે,...
_બાળકની રમકડાંની ક્રેન જે સેલ થી ચાલતી હશે ,...
_ઓટોમેટિક ગાડી નું રિમોટ ,...
_માતાનું વેલણ કે જેનાથી એ પુત્ર અને વર બંને ને કાબુ માં રાખતી હશે ,...
_થાળી ,વાડકી ,ચમચી,...
_નાના બાળક ના દાંત માટેની ચાવી,...
_પ્લાસ્ટિક નો રેઇનકોટ ,...
_દૂધની કોથળીઓ ,...
_અરીસો, અને એના પર ચોંટાડેલા બહેનોના ચાંલ્લા ,...
_લેડીઝ પર્સ કે જેમાં હજુ પ્લાસ્ટિક માં સાચવેલા 2000 રૂપિયાની ની નોટો (વૈજ્ઞાનિકો ને ખ્યાલ આવી ગયો હશે કે આ હસબન્ડ થી ખાનગી માં બચાવેલા છે),...
_તૂટેલા ચંપલ ,...
_આલ્કોહોલ ની બોટલ જે હજી ભરેલી અને સીલબંધ હશે અને એના હરાજી માં લાખો કરોડો રૂપિયા મળશે,...
_કાંકરી: ખીચડી ખાતા આવેલી તે, 2600 વર્ષ પછી પણ વૈજ્ઞાનિકો ની ખીચડીમાં આવી જ કાંકરી આવશે એટલે એમને ખબર પડી જશે ,...
_ મોબાઈલ: જેને કોઈ પણ રીતે ચાલુ કરશે તો બીજું બધું તો નઈ ખૂલે પણ આવા બધા લેખો લખેલા જોવા મળશે,...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995