Gujarati Quote in Religious by મહેશ ઠાકર

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહુડી મંદિરમાં આપવામાં આવતો સુખડીનો પ્રસાદ મંદિરની બહાર કેમ લઈ જવાતો નથી ? શું છે તેનું રહસ્ય...!!

ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે. વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે.

મહુડીમાંથી સુખડી બહાર કેમ લઈ નથી જવાતી?

જૈન ધર્મનું ચુસ્ત પાલન કરનાર દિલીપભાઈ કોઠારીને પુછવામાં આવેલ સવાલ મહુડીમાં આપવામાં આવી રહેલ પ્રસાદ સુખડી મંદિરમાંથી કેમ બહાર લઈ નથી જવાતી તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ એક જુની પરંપરા છે જે બુદ્ધિ સાગર મહારાજે મહુડીની સ્થાપના કરી ત્યારથી પ્રસાદ મંદિરમાંથી બહાર લઈ જવાનું બંધ છે. પરંતુ જે તે સમયે મહુડી અને આજુબાજુના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી ત્યારે બુદ્ધિ સાહેબ મહારાજે એવું નક્કી કર્યું હતું કે પ્રસાદ રૂપે આપવામાં આવી રહેલ સુખડી ગામમાંથી બહાર લઈ જવી નહીં.

પરંતુ એક દિવસ એવું બન્યું કે ગામનો એક વ્યક્તિ તે સમયે પ્રસાદ રૂપે આપવામાં આવેલી સુખડી ગામની બહાર લઈ ગયો હતો ત્યારે ભગવાને પરચો દેખાડ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી સુખડી મંદિરમાંથી બહાર લઈ જવામાં આવતી નથી. નોંધનીય છે કે મહુડી જેવું વધુ એક મંદિર ગુજરાતમાં આવેલું છે જેનું નામ છે આગલોડ. ત્યાં પણ પ્રસાદ રૂપે સુખડી આપવામાં આવે છે જે મંદિરમાંથી બહાર લઈ જવાતી નથી. આજે પણ ત્યાં પરંપરા ચાલતી આવે છે.

ગાંધીનગરની લગભગ પાત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.

Gujarati Religious by મહેશ ઠાકર : 111839886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now