'સંબંધ'
મદમસ્ત એ આંખોમાંથી કાજળનું ડોકાવું આમ,
ઘેરી વળે મને, ઠસ્સામય જલસો છે આ 'જ',
આંસુના લીંપણ પર કાજળનો કામણગારો વાન,
ઓગળેલા ઓરતાની મહેફિલ જમાવે 'એ' આમ,
ખુશીઓના ખાનદાનને સમાવી જાણે 'એ' આંખ,
ધોધમાર આંસુ કે શાનદાર,સંતાડી જાણે છે આમ,
સરવાણી પ્રિતની, મૌનમાં વર્ણવી જાણે 'એ' શાન,
કંઇ એમનેમ થોડો વર્ષોથી સંબંધ ટક્યો છે આમ !
"વૈશાલી"