ચાલને આ દિવાળી પર થોડો હિસાબ કરીએ.
મારાં ને તારા જમાં-ઉધારનો આજે વેપાર કરીએ.
મારાં તારી સાથેનાં સ્વપ્નો, ને તારી મનની લાગણીઓ
બન્નેને શબ્દોની મોકળાશ મળે એવાં રસ્તાઓને પાર કરીએ.
જૂના એ પત્રોની ભીતર સચવાયેલા,
વર્ષોથી એકમેકના માટે લખાયેલા છતાં,
એકબીજાને સામે કયારેય નાં કહેવાયેલા,
કોરા કાગળના એ આછા પડેલા અક્ષરોને,
તારા આંગળીઓનો સાક્ષાત્કાર મળે એવો પ્રયાસ કરીએ.
પ્રથમ વાર પગથિયાં પર તને જોયેલા,
દુરથી જ પણ સાથે પસાર થતા બોલેલા,
કયારેક એકબીજાને જોતા જ ભીંજાયેલા,
આંખોના ઈશારાથી કરેલા એ શબ્દોના સાગરનો,
મારા દિલથી તારા દિલ સુધી આજે પ્રેમરૂપી વરસાદ કરીએ.
ચાલને આ દિવાળી પર થોડો હિસાબ કરીએ.
દિલથી એકબીજાનો પૂર્ણતઃ સ્વિકાર કરીએ.
કોઈ પરિણામો પણ એવા બાકી નાં રહી જાય,
તમામ પરિમાણો સાથે એકબીજાને પ્રેમનો એકરાર કરીએ.
- તેજસ