" દર્દ"
અણસાર આંખોને એટલોય ન આવ્યો કે ;
અશ્રુનીર તો વહી ગયું પણ,
દર્દ દિલમાં રાતવાસો કરી ગયું,
આવીને એકવાર ' એ ' ગાલ પર અટકી શું ગયું ;
જાણે હૈયું મારું 'ધબકાર' જ ચૂકી ગયું !
આંખોનું એ રસપાન તો કાજળ કરી ગયું;
શું ખબર કે દિલ મારા દર્દને પી ગયું કે ,
દર્દ જ મારા દિલને પી ગયું...
"વૈશાલી"