Gujarati Quote in Poem by Mahesh Gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેત ભરેલું હૈયું એનું ને આંખો ભીની ભીની. અધર રૂડા રતુંબડા ને એની કાયા રૂની પુણી.
આંખોથી વ્હાલ જ ટપકે,છે મર્યાદાની મૂરત,
આભકપાળી આભાવાળી જોને એની સુરત.
મેઘ જેટલી મહેર કરે એ વિના કોઈ કારણ.
હળવી ફૂલ વાતો એની ને દર્દોની એ મારણ.
કુળ ઊંચું ને વાતો ઊંચી,ઊંચું જીવે જીવન.
વાતોથી બેફિક્રી લાગે પણ નોખું એનું કવન.
ગુસ્સો એનો ગોપી જેવો વિરહ એને વસમો.
માને નહીં એ જડતા માં ખોટી રસ્મો કસમો.
છેલછબીલી છટા એની,યૌવન આશિષ એને
પ્રેમથી પામી લો એને ના બંધાય લોભને ઘેને.
આશ એને પામી ને જીતી ગયો જીવન જંગે.
છેલ્લા શ્વાસ અમારા હવે રહેશે એમને સંગે.

"કવિ આશ" મહેશ ગઢવી

-Mahesh Gadhvi

Gujarati Poem by Mahesh Gadhvi : 111838851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now