તને પ્રેમ કરતા કરતા તારી નફરત બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તને આઝાદ કરતા કરતા તારુ બંધન બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તને સપના દેખાડતા દેખાડતા તારુ ખરાબ સ્વપ્ન બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તારી સાથે જિદ કરતા કરતા જવાબદારી બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તારી જિંદગી બનતા બનતા તારો થાક બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તારી જિંદગી નો સુર બનતા બનતા અસુર બની ગયો,
હિરો બનતા બનતા વિલન બની ગયો
તારી રાહ બનતા બનતા ફરિયાદ બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તને ચાહતા ચાહતા તારી નફરત બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તારુ આજ બનતા બનતા તારી ગઇકાલ બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયોl
તારી યાદ બનતા બનતા તારી ભૂલ બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
તારામાં જીવતા જીવતા તારી મોત નું કારણ બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
સાયર બનતા બનતા ઘાતક બની ગયો,
હિરો બનતા બનતા હું વિલન બની ગયો
રામ બનતા બનતા રાવણ બની ગયો,
હિરો બનતા બનતા વિલન બની ગયો
યોગી
-Dave Yogita