હું એને છેલ્લે કંઈ કહેવા માગું છું, પરંતુ કહી નથી શકતો. એટલે હું એ શબ્દો મનમાં જ કહી દઉં છું. શું એ મારા દિલના શબ્દો સમજી જતી હશે કે નહિ? એ ફક્ત એ જ જાણે . જો સમજી શકતી હોય તો એણે પણ એ શબ્દો કહેવા જોઈએ કે નહીં? હું એ સાંભળવા આતુરતા થી રાહ જોઈ રહ્યો છું. ક્યારે એ બોલશે?