Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે*

*_આજના આ યુગને કયો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે ._*

*_સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેકટ ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે . પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા અને તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા . આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે .મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લેઆમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે.... જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી_*

*_ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો ૩૦ થી ૪૦ ટકા માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે , મુદ્દાની વાત કરીએ તો પરિવારના પાંચ સભ્યો બધા સભ્યો પાસે પાંચથી દસ હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ( વધારાનો ખર્ચ ) દરેકને દર મહિને રિચાર્જ ( વધારાનો ખર્ચ ) ઇન્ટરનેટ તથા ટીવીનો ખર્ચ , પરિવારના દરેકની પાસે ટુ વ્હીલર કે ફોર વહીલર હોવું તે એક સ્ટેટસ ગણાય છે ( વધારાનો ખર્ચ ) દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રીપેરીંગનો ખર્ચ , પહેલા પરિવારના દરેક સભ્યોએ એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે . અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે ._*

*_LED આવવા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે , ખાવા - પીવા પાર્ટીમાં બર્થ ડે મેરેજ એનિવર્સરીનો દેખાડો વધી ગયો છે, મોભો બતાવવામાં લોકો મન મૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે સાથે સાથે પીઝા બર્ગર હોટડોગ જેવી દિવસે દિવસે કેટલાય દિવસોના કંપનીએ બનાવેલા વાસી ખોરાક ખાવાની પ્રથા બની ગઈ છે ._*

*_નેચરલ અને વિટામિન્સવાળા ખોરાકો ધીમે ધીમે સદંતર ખતમ થઈ ગયા છે. અને તેથી જ ડૉક્ટરોના દવાખાના ધમધોકાર ચાલે છે_*

*_ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે પૈસા કમાવવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે, અને વાપરવાના રસ્તા હજાર બની ગયા છે માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતાં શીખો, વાપરવાનું મર્યાદિત રાખો નહી તો 2024માં શોધ્યા નહી જડે એ નિશ્ચિત છે_

Gujarati Motivational by મહેશ ઠાકર : 111838601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now