Gujarati Quote in Religious by મહેશ ઠાકર

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચારણ સમાજ માં ચાર મોગલ થઈ છે.

૧_ મોગલ"ઓખાધરવાળી, (ભીમરાણા) દેવસુર ઘાંઘણીયાની દીકરી, જેણે ભમરીઓ મોકલી ને તુરકીઓને ભગાડ્યા હતા અને દ્વારકાના દેવળ નું રક્ષણ કર્યું હતું. આજે પણ દ્વારકાધીશ ને ધજા ચડાવતાં પહેલા મોગલને શ્રીફળ ધરવું પડે છે.



૨,બીજાં મોગલ છાત્રવભા ચાટકાના દીકરી જે કાગડી બનીને તળાજા માં થી કારભારીને ભગાડેલ.



૩_ત્રીજાં મોગલ વાઘિયા કુળનાં દીકરી જે ગોરવીયાળી પરણાવેલ પણ ચારણે હાથ તાળી લેતાં વર્તન ના ગમ્યું ને ધરતી માં સમાઈ ગયા. જે ગોરવી મોગલ તરીકે પ્રખ્યાત છે.





૪_ ચોથાં મોગલ.ભગુડા જે આઢા કુળનાં દીકરી હતાં. આહિર કન્યા ઉપર કડીના બાદશાહે મીટ માંડી હતી, આહિર કન્યા ને ગમતું ન હતું પણ ડરતી ડરતી આઢા કુળનાં મોગલ પાસે આવીને વાત કરી કે માડી આ મુસીબત આવી છે, ત્યારે મોગલે કડીના સુબાને ભગાડ્યો અનેક રૂપ બતાવ્યાં અને ધર્માન્તરણ ના થવા દીધું.તેથી મોગલને ભગુડા પ્રગણાના આહિર મોગલને માવતર માને છે.


આદરણીય
ભાઈજીભાઈ ગઢવી ની કવિતાને👆 આધારે 👇


*માડી મોગલનાં ચાર ચાર રૂપ*
*ચારણની ચારેય છે ધીડી અદભુત*....2
*પહેલું રૂપ*...2
દ્વારકાના દેવળ પર શોભતું*
ભીમરાણા ધાંધણીયા કુળ
દ્વારકાને દેવળે ધ્વજા ચડાવતા ધરે પેલાં શ્રીફળને ધુપ
ભાગ્યાતા ભુંડે હાલ મલેચ્છુ મુરખા ભમરાઓ ભાંગતાતા ભુખ. માડી મોગલનાં......✍️1

*બીજે રૂપ*.2
તળાજા ને માથે તું ત્રાટકી છાત્રવભા ચાટકાનું કુળ* તળાજામા ત્રાગા કરે બાબરીયાત બાટીયો
માડી થયાં કાગડી સ્વરૂપ
તોડ્યુ તળાજા ને ફફળાવી પાંખડી વાજા વિદાય થયો ભુપ
.માડી મોગલના.......✍️2.


*ત્રીજું રૂપ*...2
ગોરવિયાળી ગામ તણે ગોંદરે માડી એતો વાધીયાને કુળ
સમજીને ચારણો રેજો સંસ્કારમા
દાસી સંગ તાલી ન અનુપ
એટલું કહ્યુંને ધીંગી ધરતીયુ એ ફાટીયું સમાણામાં ધરતી સ્વરૂપ. માડી મોગલના......✍️3

*ચોથુ રૂપ* 2
ભગુડામાં ભીડુમા ભાંગતી માડી આઢા કુળને એ રૂપ કડીના સુબાને કાઢ્યો ભારેલ ભંડારમા આહીરાણી કાજે અરૂપ
હાજરા હજુર હજી પરચા દેખાય છે તાળા નહી ઘરને તાજુબ.માડી મોગલનાં......✍️4.


*ભજે તને ભાવેથી સ્થિર મન* *રાખી માનવી માડી એના દુખ થતાં દુર*
કનડેના કળીકાળ અમને તો કોઇ દી સમરે મળે એને સુખ
ભાઇજી કહે છે માડી ભાવ સદા રાખજો ગાવે ગીત સાથ મળી ગ્રુપ.માઙી મોગલનાં.....✍️🙏

Gujarati Religious by મહેશ ઠાકર : 111838600
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now