Gujarati Quote in Poem by Mahesh Gadhvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી મળીશું નક્કી નથી જીવતર જોને જાય,
વતનની એ વ્હાલી માટી સાચી એની સગાઈ.

ચરણ રજ માથે ચડાવુ મારી માં ને લાગુ પાય
બીજો નમું બાપુને જ્યાંથી શીખનો વાયુ વાય

ગામ ,ગોંદરૂ ને મિત્રો મીઠા સાચા મારા ભાઈ,
હેત ભરેલું હૈયુ આપ્યું શીખવ્યો સાચો ન્યાય.

સ્નેહ સરિતા સાથી મારો જીવન જોમે જાય,
પાવન પ્રેમ પુષ્કળ પામ્યો ક્યાંથી લાગે લાય.

તડકો છાંયો બેઉ આશ ને પર્વત પાસે ખાઈ,
વગર શરતે વ્હાલ કરું એને હેતથી હરખાઈ.

મહેશ ગઢવી "કવિ આશ"

-Mahesh Gadhvi

Gujarati Poem by Mahesh Gadhvi : 111838503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now