Gujarati Quote in Motivational by Mahesh Vegad

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી એક વાર મારા ગમતા વિચારો..
"સમય નાં સ્પર્શ"
ગુજરાતી સાહિત્યની રચનાઓ વાંચવી ગમશે,
બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે…

"સ્વપ્ન એટલે…
તારા વગર,
તને મળવું …"

" "એક નફરત છે,"
જે લોકો
"એક પળમાં સમજી" જાય છે,
અને
"એક પ્રેમ છે,"
જેને "સમજવામાં વર્ષો"
નીકળી જાય છે."

"ક્યાંક તડકો દેખાય તો કહેજોને...
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે..."

"સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો...
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો."

"શિયાળો એટલે
સતત કોઇની "હુંફ" ઇચ્છતી
એક પાગલ ઋતુ ! "

"મળીએ ત્યારે,
આંખમાં હરખ
અને
અલગ પડતી વેળાએ
આંખમાં થોડી ઝાકળ.."

"અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા.
વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે."

"ક્યાંક અઢળક પણ ઓછું પડે,
અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે...."

"પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ
તો બીજાને ધબકારા.."

Gujarati Motivational by Mahesh Vegad : 111838413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now