તમે માર્ક કરજો, જે લોકો વોટ્સએપ ખાસ યુઝ કરતા જ નથી એમનાં સૌનાં વોટ્સએપ સ્ટેટસમાં લખ્યું હોય છે : *‘હેય ધેર ! આઈ એમ યુઝિંગ વોટ્સએપ !’* 🧐
એ સિવાય પણ લોકો જાતજાતનાં સ્ટેટસ રાખે છે…
એક ભાઈનું સ્ટેટસ છે… *‘Typing…’*
પણ છેલ્લા છ મહિનાથી એમનો એક પણ મેસેજ આવ્યો નથી !
🤣🤣
બીજા એક ભાઈનું છેલ્લા બે વરસથી સ્ટેટસ છે… *‘Driving…’*
મને નવાઈ લાગે છે કે એ પોતાનું નહાવા ધોવાનું અને ‘બીજું બધું’ ક્યાં અને ક્યારે પતાવતા હશે ?
🧐😖😣
એક મિત્રએ પોતાના સ્ટેટસમાં લખ્યું છે : *‘No Politics, Please !’*
જરા ધ્યાનથી જોયું તો એમણે એમના DPમાં *‘ઝાડૂ’નો સિમ્બોલ* મૂકી રાખ્યો છે !
😄😄🤔🤔
એક બહેને પોતાના સ્ટેટસમાં લખી રાખ્યું છે : *‘Busy…’*
પણ જ્યારે જુઓ ત્યારે એ બહેન ‘Online’ અને ‘typing’ જ હોય છે ! લાગે છે કે એમાં જ ‘બિઝી’ છે !
🤣🤣🎡🎡
એક ભાઈના સ્ટેટસમાં લખેલું હતું : *‘Available…’*
તપાસ કરતાં ખબર પડી કે ભાઈ પંચાવન વરસના છે અને હજી *વાંઢા* છે !
🤣🤣😃😃
બીજા એક યુવાનના સ્ટેસમાં હતું *‘Happy…’*
એમાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ 32 વરસના થઈ ગયા છે પણ *હજી કુંવારા છે !*
🤣🤣👍👍👌👌
અને વધુ એક ભાઈ દેખાયા જેનું સ્ટેટસ હતું : *‘Can’t talk, Whatsapp only…’*
સીધી વાત છે. એ ભાઈ *પરણેલા* છે !
😣😣😖😖
એક ભાઈનું જોરદાર સ્ટેટસ છે : *‘શેર કભી ઘાસ નહીં ખાતે…’*
એ ભાઈને મેં કાલે જ શાકમારકેટમાં ભીંડાનો ભાવતાલ કરતા જોયા હતા !
🤣🤣😃😃🤣🤣
એક બહેનનું સ્ટેટસ પણ મસ્ત છે : *‘પરી હું મૈં…’*
પણ શી ખબર,
એમના DPમાં કેમ *કદી કોઈ ફોટો* હોતો જ નથી !?
😃🙏