Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે પુણ્યાત્મા ક્ષત્રિય કુળમાં અવતરે.
સત્ય માટે સર્વસ્વ ત્યાગી ને હરિશ્ચંદ્ર અવતરે.
જીવ માટે દેહ સોંપી દે ત્યારે શીબીરાજા અવતરે.
મર્યાદાનું પાલન માટે મર્યાદાપુરુષોત્તમ રામ‌ અવતરે.
ધર્મ ના‌ રક્ષણ કાજે ઇશ્વર કુષ્ણ બનીને અવતરે.
દાનવીર બનીને સૂર્ય પુત્ર કર્ણ બની ને અવતરે.
લક્ષ્યભેદી વીર અર્જુન ધનુર્ધર બની ને અવતરે.
સાધુ સંતોમા ભૃતહરિ અને ગોપીચંદ બની ને અવતરે.
ત્યાગી સંત બનીને ને બુદ્ધ અને મહાવીર અવતરે.
ભક્તો પ્રાથના સાંભળી રામદેવજી અવતરે.
યોધ્ધા બની ને શિવાજી મહારાજ અવતરે.
ગાયોની રક્ષા કાજે વીર વચ્છરાજ અને પાબુજી અવતરે.
માતૃભૂમિ ના રક્ષણ માટે પૃથ્વીરાજ ચોહાણ અવતરે.
દુશ્મન ને દેકારો દેવા મહારાણા પ્રતાપ અવતરે.
આજ પણ સીમા પર વીર સૈનિક બની ને અવતરે.
કહે નર ધન્ય મળ્યો અવતાર એ કુળમાં જ્યાં ઈશ્વર અવતરે.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
#Budha

Gujarati Poem by Naranji Jadeja : 111838004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now