સંબંધ અને સગપણના ભરોશે ગઈ ભરમાઈ.
ધાવા ગીરની ધૈર્યા જોને સ્વર્ગે ગઈ સિધાઈ.
બિરુદ લજવ્યું તે બાપનું ને ગીર ગઇ ગંધાઈ.
દીકરી હેમાળો હેતનો એનો શ્વાસ ગ્યો રૂંધાઇ
આંખે આવે મને અંધારા ને હૈયું મારું દળાય.
બાપ મુઓ,તારી દીકરીનું લોહી કેમ જોવાય.
તંત્ર મંત્રના તરકટ રચી બલી ચડાવી બાળાને
જીવ લઈને તે જંગલી વિંધ્યો ખુદના માળાને.
સંબંધ લજવ્યા સ્નેહના ને લોભે લૂંટ્યા લાડ
આંખો નીતરતી આશની ને લાગી હાડો હાડ.
મહેશ ગઢવી "કવિ આશ"